દસાડા ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા, ભરતસિંહ પરમાર સહિતનાઓને દસાડા-વડગામ રોડ પર દેશી દારૂની ભઠ્ઠીની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દસાડાનો રાજુ બચુભાઈ ચાવડા અને વિશાલ દિનેશભાઈ લેઢવાણીયા દેશી દારૂ બનાવવાનો 300 લીટર આથો, પાંચ લીટર દેશી દારૂ, 2 મોબાઈલ, બાઈક અને દેશી દારૂ બનાવવાના સાધનો સહિત રૂપીયા 48,750ની મત્તા સાથે પકડાયા હતા. આ અંગે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ એમ.બી.મકવાણા ચલાવી રહ્યા છે.
