ચૂડા : ચૂડા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ ઝેરી જીવજંતુઓ કરડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચુડા તાલુકાના જોબાળા ગામે રહેતા રણજીતભાઈ દાહોડીયાની 12 વર્ષની દિકરી બંસીને સાપ કરડયો હતો. જેમાં તેને સારવાર માટે દવાખાને લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા ચૂડા પોલીસે દોડી જઈ બાળકીની લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
