સુરેન્દ્રનગર (બ્યુરો) સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે અષાઢ માસની અમાસ અને તા.12 ઓગસ્ટથી દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે. મહીલાઓ 10 દિવસ દશામાની ઘરે સ્થાપના કરી પુજા, અર્ચના કરે છે. દસ દિવસ દશામાંની પુજા સાથે ઉપવાસ પણ મહીલાઓ કરે છે. જયારે વ્રતની પુર્ણાહુતી સમયે વાજતે ગાજતે દશામાની મૂર્તી પરોઢના સમયે પાણીમાં પધરાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં દશામાના વ્રતની તૈયારીઓ મહીલાઓએ શરૂ કરી દીધી છે. જેમાં બજારમાં દશામાની મૂર્તીઓ વેચાવા પણ આવી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો