સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના માળોદમાં રહેતા 56 વર્ષીય કંચનબેન લક્ષ્મણભાઈ પટેલ રહે છે. તેમનું લીમલીના મારગે ખેતર આવેલુ છે. દોઢ વર્ષ પહેલા તેમના ખેતર પડોશી જીતેન્દ્ર રામજીભાઈ પટેલે માપણી કરાવી હતી. જેમાં કંચનબેનના ખેતરની જમીન આવી જતા પરત આવી પડી હતી. આ બાબતે બન્ને વચ્ચે મનદુઃખ હતુ. તા. 9-8ના રોજ સવારે કંચનબેન તેમના પતિ સાથે ખેતરે ગયા હતા. જેમાં વરસાદને લીધે ખેતરના શેઢા પાસે બંધ તુટી જતા કંચનબેન તેમાં માટી નાંખતા હતા. આ સમયેજીતેન્દ્ર પટેલે સોરીયા વડે કંચનબેનને માર મારી દંપતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એસ.એમ.સુમેરા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો