ચોરીના બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ દસાડાના ઈન્દીરાનગરમાં રહેતા 52 વર્ષીય રામાભાઈ દાનાભાઈ સોલંકી છેલ્લા 15 દિવસથી સાણંદની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હાલ તેઓ સાણંદના મોરૈયા ગામે રહે છે. ઈન્દીરાનગરમાં તેમનું બે માળનું મકાન આવેલુ છે. જેમાં નીચેના માળમાં તેમનો સામાન હોવાથી લોક કર્યુ છે. અને ઉપરનો માળ વીજ કંપનીમાં એપ્રેન્ટીસ તરીકે તાલીમ લેતા ર યુવાનોને ભાડે આપ્યો છે. ગત તા. 14-8ના રોજ સવારે તેમના ઘરના નીચેના રૂમના દરવાજાના નકુચા તુટેલા હોવાની તેમને જાણ થતા તેઓ દોડી ગયા હતા. અને તપાસ કરતા રૂમમાં સામાન અસ્તવ્યસ્ત હતો. જયારે માળીયામાં રાખેલ પતરાની પેટીમાંથી તસ્કરો સોનાની બુટ્ટી, લક્કી, 4 વીંટી, ચાંદીના છડા, ચાંદીની લક્કી, રોકડા રૂ. 60 હજાર સહિત રૂ. 1,97,600ની મત્તા ચોરી કરી લઈ ગયા છે. આ અંગે દસાડા પોલીસ મથકે તસ્કરો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ વી. આઈ. ખડીયા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો