સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે માર્ચ માસમાં નોંધાયેલ ગુનાનો આરોપી વનરાજ ચાવડા પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાના માર્ગદર્શનથી સ્ટાફે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાંથી 24 વર્ષીય વનરાજ જીતેશકુમાર ચાવડાને ઝડપી પાડયો છે.
