સુરેન્દ્રનગર (બ્યુરો) : સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લા ગ્રામ્યમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવભકતીની હેલી ચડી છે. દરરોજ વહેલી સવારથી ભકતો શિવજીની પુજા અર્ચના કરે છે. શ્રાવણ માસમાં સોમવાર શિવભકિત માટે મહત્વનો દિવસ છે. ત્યારે તા. 17મી ઓગસ્ટને શ્રાવણ માસના સૌપ્રથમ સોમવારે શિવાલયોમાં ભકતોની ભારે ભીડ જામી હતી. ખાસ કરીને સાંજના સમયે શિવજીને રંગબેરંગી ફુલોનો શણગાર કરાયો હતો. અને ભકતોએ એક કરતા વધુ શિવાલયોમાં બિરાજમાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ફુલોના શણગાર સાથે સાથે દીપમાળ, મહાઆરતી તેમજ શિવભક્તોને ફરાળના પ્રસાદ વિતરણનું પણ આયોજન કરાયુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો