પાટડીના માલવણ પાસેની પવનચકકી સાથે સંકળાયેલી કંપનીમાં સલામતી વગર કામ કરતા શ્રામીકને ગંભીર ઇજા બાદ સારવાર દરમ્યાન મોત થતા શ્રામીકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના માલવણ ગામ પાસેની DIFD ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.માં કામ કરતા મનોજકુમાર ઇલેકટ્રીશયનનું કામ કરતા હતા. કોઇપણ જાતની સલામતી વગર કામ કરતા આ શ્રામીક ઇલેકટ્રીક ક્રેન ઉપરથી પડી જતા અનેક જગ્યાએ ગંભીર ઇજાઓ થઇ હતી. તાત્કાલીક વિરમગામ હોસ્પીટલ સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યાં ડોકટરે સારવારમાં મૃત જાહેર કર્યો હતો. આ અગાઉ પણ સલામતીના સાધનો વગર જ કામ કરતા કરતા એક શ્રામીકનું મોત થયુ હતુ.એમ છતાય કંપની સંચાલકો કે તંત્ર દ્વારા શ્રામીકોની સલામતી માટે યોગ્ય કાર્યવાહી નહી કરાતા શ્રામીકોએ પણ રોષ વ્યકત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: