પાટડીના દેગામમાં ગેકાયદેસર દબાણના કારણે પાણીના નિકાલના અભાવે આશ્રામશાળામાં પાણી ભરાતા બાળકો ઉપર જોખમ તોળાતા દબાણ દૂર કરી પાણીનો યોગ્ય નિકાલ થાય એવી કાર્યવાહીની માંગ ઉઠી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ગામડામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણના કારણે પાણીના નિકાલ અટકી જતા હોય છે ત્યારે પાટડીના દેગામમાં પણ પાણીનો નિકાલ થતો હોય એવી જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ ખડકી દીધા હોવાથી ભારે સમસ્યા સર્જાય છે.દેગામની આશ્રામશાળામાં 132 જેટલા બાળકો રહેવા સાથે અભ્યાસ પણ કરી રહયા છે.જ્યાં વરસાદમાં નદીની જેમ આખી આશ્રામ શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાઇ જતા બાળકો પાણીમાંથી આવવા જવા મજબૂર થયા હતા.સાથે અહી સતત જીવજંતુ નીકળતા હોવાથી 1થી 8 ધોરણના નાના વિધ્યાર્થીઓ ઉપર જીવનું પણ જોખમ તોળાઇ રહયુ છે.જેથી ચોમાસામાં બાળકો સાથે કોઇ દુર્ઘટના ના સર્જાય એ માટે દેગામમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાય એવી વાલીઓની માંગ ઉઠી છે.