સુરેન્દ્રનગર (બ્યુરો): સુરેન્દ્રનગર એલસીબી ટીમને પેટ્રોલીંગ દરમીયાન ખેરાળી ચોકડી પાસે એક શંકાસ્પદ પીકઅપ નજરે પડતા તેને રોકવાની કોશીષ કરી હતી. જેમાં ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. જયારે ડ્રાઈવર પાસે બેસેલ શખ્સને ઝડપી પુછપરછ કરાતા તે હસ્તાપીરની દરગાહ પાસે રહેતો સદ્દામ ઈરફાનભાઈ શાહ હતો. કારમાં તપાસ કરતા 465 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આથી સદ્દામ શાહની આ અંગે વધુ પુછપરછ કરાતા નાસી જનાર કાર ચાલક રામેશ્વર મંદિર પાસે રહેતો હુસેન મહમદભાઈ માણેક હતો. અને સુધારાપ્લોટમાં રહેતી અમીના સુલેમાનભાઈ માણેકના કહેવાથી કાળુ કાઠી દરબાર પાસેથી આ દારૂ તેઓ લઈને આવ્યા હતા. પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિત રૂપીયા 3.05 લાખનો મુદ્દામાલ કબજે કરી જોરાવરનગર પોલીસે ફરિયાદ નોંધી છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ એચસી એસ.એમ.સુમેરા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો