સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકની ટીમે કુંભારપરા શેરી નં. 7માં રહેતા ગોપી ચોવસીયા તેના મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગોપાલ ઉર્ફે ગોપી સાગરભાઈ ચોવસીયા વિદેશી દારૂની 192 બોટલ અને 3 મોબાઈલ સહિત રૂ. 92,400ની મત્તા સાથે પકડાયો હતો. આ શખ્સને દારૂ અંગે પુછતા આ દારૂ લખતરના તલવણી ગામે રહેતો વીકી સાગરભાઈ ચોવસીયા અને સુરેન્દ્રનગર સોનાપુર રોડ પર રહેતા અક્ષય હીરૂ દિનેશભાઈ ચોવસીયા આપી ગયાનું જણાવ્યુ હતુ. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી અન્ય 2 આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ મહેન્દ્રસિંહ ગોહેલ ચલાવી રહ્યા છે. જયારે સાયલા પોલીસ મથકના એએસઆઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન સાયલા - ચોટીલા હાઈવે પર ડોળીયા પાસે આવેલ હોટલ રાજપુતાનામાં સંચાલક પ્રવિણ ભુપતભાઈ શીહોરા બીયરનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે હોટલ પાછળ ખુલ્લા મેદાનમાં બાવળમાંથી મીણીયાની થેલીમાં રાખેલ બીયરના 14 ટીન મળી આવ્યા હતા. આથી રૂ. 2940નો મુદ્દામાલ જપ્ત કરી પ્રવિણ શીહોરા સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










