જોરાવરનગરમાં રહેતા પરિવારની સગીરા વર્ષ 2024માં ધો. 12માં અભ્યાસ કરતી હતી. આ સગીરાને સુરેન્દ્રનગરના ભારતપરાનો શખ્સ ભગાડીને લઈ ગયો હતો. અને તેણીની સાથે કુકર્મ કર્યુ હતુ. આ અંગેનો કેસ તા. 25-03-26ના રોજ સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 10 વર્ષના કારાવાસની સજા ફટકારી છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વર્ષ 2024માં જોરાવરનગરની સગીરાને ભગાડી જનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. આ અંગે મળતી માહિતી મુજબ જોરાવરનગરના એક વિસ્તારમાં રહેતી સગીરા વર્ષ 2024માં ધો. 12માં અભ્યાસ કરતી હતી. આ સગીરા જયારે શાળાએ જાય ત્યારે રસ્તામાં અવારનવાર સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતો હર્ષીલ ભરતભાઈ ધોળકીયા મળતો હતો. અને બન્ને વચ્ચે ઈન્સ્ટાગ્રામના આઈડીની આપ-લે થઈ હતી. ત્યારબાદ બન્ને વાતો કરતા હતા. માર્ચ 2024માં સગીરા ફોનમાં હર્ષીલ ધોળકીયા સાથે વાત કરતી હતી ત્યારે માતાએ તેને ઠપકો આપ્યો હતો. ત્યારે તા. 6ઠ્ઠી માર્ચના રોજ રાતથી તા. 7મી માર્ચના રોજ સવાર સુધીમાં હર્ષીલ ધોળકીયા સગીરાને ભગાડીને લઈ ગયાની ફરિયાદ સગીરાના પરીવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે નોંધાવી હતી. બાદમાં તપાસ અધીકારી તત્કાલીન સીપીઆઈ વી.કે.ખાંટ, વિજયસિંહ ખેર, જયેશભાઈ વાઢેર સહિતનાઓએ તા. 31મી માર્ચે ભોગ બનનાર અને આરોપીને ઝડપી લીધા હતા. જેમાં સગીરાએ પોલીસ સમક્ષ નીવેદન આપતા જણાવ્યુ હતુ કે, આરોપી તા. 6ના રોજ બાઈક પર તેને લઈ પ્રથમ ચુડા લઈ ગયો હતો. જયાં બાઈક મુકી બન્ને બસમાં ભાવનગરના રાજપર ગામે આવેલ ખોડીયાર મંદિર ગયા હતા. જયાં થોડા દિવસ રોકાયા બાદ બંને બગદાણા ગયા હતા. અને આરોપીએ સગીરા સાથે કુકર્મ કર્યુ હતુ. આ અંગેનો કેસ તા. 25-3-26ના રોજ સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પી.જી.રાવલની દલીલો, ભોગ બનનાર અને ડોકટર સહિત 13 મૌખીક પુરાવા તથા 28 દસ્તાવેજી ના આધારે જજ એન. જી. શાહે આરોપી હર્ષીલ ધોળકીયાને 10 વર્ષના કારાવાસની સજા ફટકારી ન્યાય કર્યો છે. જયારે ભોગ બનનારને વળતરની યોજના મુજબ 50 હજાર અને આરોપીએ ભરેલ દંડ મળી કુલ રૂ. 68 હજાર ભોગ બનનારને ચૂકવવા પણ હુકમમાં જણાવાયુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: