ચુડાના નવી મોરવાડ ગામે જુગાર રમતા કમલેશ ઉર્ફે કલો હેમુભાઈ માત્રાણીયા, દલસુખ જાદવભાઈ ગોવિંદીયા, વિજય ઉર્ફે નાનજી ભાવુભાઈ ગોવિંદીયા, વિજય ચંદુભાઈ માત્રાણીયા અને હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ સાકરીયા રોકડા રૂપીયા 27,100, 6 મોબાઈલ સહિત રૂપીયા 98,100ની મત્તા સાથે પકડાયા છે. આ દરોડામાં રસીક ભોલાભાઈ કાંજીયા, ભુરા હકાભાઈ કણઝરીયા, લાલા કાળુભાઈ, પકા રસીકભાઈ ગોવિંદીયા, અશોક ઝવેરભાઈ ગોવિંદીયા, હીતેશ દેવશીભાઈ ગોવીંદીયા, પ્રદીપ અશોકભાઈ ગોવીંદીયા અને ખોડા રણછોડભાઈ કાંજીયા ફરાર થઈ ગયા હતા. જયારે લીંબડી બસ સ્ટેશન પાછળ જુગાર રમતા વિશાલ ગોવિંદભાઈ લકુમ, વિક્રમ રૂપસંગભાઈ બુટીયા અને ભરત રામસંગભાઈ બાટીયા રોકડા રૂપીયા 2790 અને 3 મોબાઈલ સહિત રૂપીયા 17,790ની મત્તા સાથે પકડાયા હતા. બીજી તરફ લીંબડી પોલીસે કૃષ્ણનગરના રહેણાક મકાનમાં જુગારની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં મકાન માલીક બળદેવ અમૃતભાઈ મકવાણા, વિશાલ પ્રવીણભાઈ સોલંકી, નરેશ કરશનભાઈ ટુંડીયા, રાકેશ નટવરભાઈ જાદવ, અશોક હરીભાઈ પરમાર, સંજય જગદીશભાઈ વાલેરા અને ભાવીન લાલજીભાઈ સોલંકી રોકડા રૂપીયા 22,660, રૂપીયા 1.01 લાખના 6 મોબાઈલ ફોન સહિત રૂપીયા 1,23,660ની મત્તા સાથે પકડાયા છે. આ ઉપરાંત ચુડા તાલુકાના વેજળકા ગામની સીમમાં જુગાર રમતા દીલીપ ગગજીભાઈ કાલીયા, બાબુ ધીરાભાઈ ધરજીયા રોકડા રૂપીયા 3,780, 2 મોબાઈલ, બાઈક સહિત રૂપીયા 29,780ની મત્તા સાથે પકડાયા છે. આ દરોડામાં ભરત રામસંગભાઈ ધરજીયા, ગેલા હીરાભાઈ જોગરાણા, દિનેશ ધનજીભાઈ કાલીયા ફરાર થઈ ગયા છે. અને લીંબડી તાલુકાના રળોલ ગામે તળાવની પાળ પાસે જુગાર રમતા હાજી ગનીભાઈ ટીંબલીયા, અમીર કાસમભાઈ ટીંબલીયા, ઈરફાન ઈસબભાઈ ટીંબલીયા, જાકીર અલારખાભાઈ ટીંબલીયા, ઈનુશ અલુભાઈ વારૈયા, ઈકબાલ ઈસ્માઈલભાઈ ટીંબલીયા અને અલતાફ હાજીભાઈ ઢોળીતર રોકડા રૂપીયા 10,270 સાથે પકડાયા છે. તથા લીંબડી તાલુકાના ખંભલાવ ગામે વાડીમાં જુગાર રમતા પ્રવીણ શંકરભાઈ કમેઝળીયા, ગીરીરાજસિંહ લખધીરસિંહ રાણા, છોટુભા જામભા ઝાલા, યશ પ્રવીણભાઈ મકવાણા, વનરાજસિંહ અભેસિંહ મકવાણા, રાકેશ અમશીભાઈ વોરા, ઠાકરશી સોમાભાઈ મેમકીયા, દીપક વિઠ્ઠલભાઈ રોજાસરા, રણજીત રાયસંગભાઈ પરમાર, દયારામ ચતુરભાઈ પરાલીયા રોકડા રૂપીયા 3,31,500, 3 મોબાઈલ સહિત રૂપીયા 3,46,500ની મત્તા સાથે ઝડપાયા છે. બીજી તરફ લીંબડીના સૌકા રોડ પર આવેલ સેન્ટ થોમસ સ્કુલ પાછળ જુગાર રમતા જગદીશ છગનભાઈ સોલંકી, મહીપત વજુભાઈ પનારા અને દેવજી બેચરભાઈ રૂપરા રૂપીયા 6020 અને 3 મોબાઈલ સહિત રૂપીયા 21,020ની મત્તા સાથે પકડાયા છે. અને લીંબડી તાલુકાના બોરાણા ગામના તળાવ પાસે જુગાર રમતા જગા પોપટભાઈ વસવેલીયા અને મોહન પુંજાભાઈ બળોલીયા રોકડા રૂપીયા 5020 સાથે પકડાયા છે. આ દરોડામાં બીજલ બાબાભાઈ ઝાંપડીયા, લાભુ અરજણભાઈ વસવેલીયા, શામજી ગાગજીભાઈ ચીહલા, મનોજ વશરામભાઈ વસવેલીયા, હીતેશ નાનજીભાઈ વસવેલીયા, મનીશ પરસોત્તમભાઈ વસવેલીયા, દીલીપ શંકરભાઈ બાંભણીયા, દિનેશ મનજીભાઈ બાટીયા અને કરશન ગોવીંદભાઈ ચીહલા ફરાર થઈ ગયા છે. આ ઉપરાંત પાણશીણાના રળોલ ગામે જુગારની બાતમી એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં ઈમરાન અબ્બાસભાઈ વારૈયા, અલતાફ હાજીભાઈ ઢોળીતર, હુસેન મુસેભાઈ વારૈયા, અરબાઝ રસુલભાઈ વારૈયા, અકતર રસુલભાઈ વારૈયા, હાજી ગનીભાઈ ટીંબલીયા અને નઝીર સુલેમાનભાઈ વારૈયા રોકડા રૂપીયા 22,400, 7 મોબાઈલ સહિત રૂપીયા 57,400ની મત્તા સાથે પકડાયા છે. જયારે લીંબડીના નટવરગઢ ગામેથી પરબત વેળશીભાઈ દોદરીયા, વિક્રમ જીણાભાઈ દોદરીયા, મુકેશ શામજીભાઈ દોદરીયા, હસમુખ બચુભાઈ દોદરીયા, મેહુલ મનજીભાઈ દોદરીયા, અશ્વીન શામજીભાઈ દોદરીયા, બીજલ રામસંગભાઈ દોદરીયા, મનસુખ ભાથાભાઈ દોદરીયા, મનસુખ ધનજીભાઈ દોદરીયા, ભુપત રૂપાભાઈ દોદરીયા રોકડા રૂપીયા 18,100 સાથે ઝડપાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો