ચૂડાના સમઢીયાળામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી સુરેન્દ્રનગરના આપ નેતા સહિત 10 શખ્સોને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.સમઢીયાળામાં સુરેન્દ્રનગરથી મોટાપાયે જુગાર રમવા આવ્યા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇબી. એચ. સીંગરખીયા અને પીએસઆઇ આર. જે. ગોહિલની ટીમે રેડ કરી હતી. જેમાં અગાઉ જોરાવરનગરમાં પોલીસ ફરીયાદ દાખલ થયેલ અને મુખ્યમંત્રીના સુરેન્દ્રનગર કાર્યક્રમમાં જાહેરમાં સુત્રોચ્ચાર કરનાર અતુલભાઇ નાગરભાઇ વેગડ, કુલદીપભાઇ ગોવિંદભાઇ સીંધવ, સંજયભાઇ ગોપાલભાઇ હાડગડા, સંદીપભાઇ રસીકભાઇ વાળોદરા, કમલેશભાઇ બુધાભાઇ પરમાર, કરણભાઇ કમલેશભાઇ મારૂડા, બાબુભાઇ ચંદુભાઇ રાઠોડ, પરેશભાઇ વિનોદભાઇ વાઘેલા રહે.તમામ સુરેન્દ્રનગર, હરેશભાઇ જીવણભાઇ મુંધવા રહે.રાજકોટ અને માણસીભાઇ જીલુભાઇ ખાચર રહે.સમઢીયાળા સહિત 10 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે વનરાજભાઇ દેવાયતભાઇ ખાચર, વિશાલભાઇ ખોડાભાઇને પકડવાના બાકી છે. ત્યારે પોલીસે રોકડ, બાઇક, કાર અને મોબાઇલ મળી કુલ 4.46 લાખનો મુદમાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
