થાનની મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા અજયભાઈ મહેશભાઈ રાઠોડ મજુરી કરે છે. તા. 22ના રોજ રાત્રે તેઓ મામાના દિકરા કાર્તીક, માસીના દીકરા ભાવેશ, મિત્ર વિજય સહિતનાઓ સાથે ઘરથી થોડે દુર ઉભા હતા અને મસ્તી કરતા હતા. આ સમયે એકટીવા લઈને વિનોદ રામજીભાઈ ચાવડા નીકળ્યો હતો. અને અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી તેણે અજયભાઈન આમ નો બઝાય, હું તને દેખાડુ કેમ બઝાય તેમ કહી કોઈને ફોન કર્યો હતો. જેમાં વિનોદ રામજીભાઈ ચાવડા, રામજી હીરાભાઈ ચાવડા, પ્રેમજી મુળજીભાઈ ચાવડા, જયંતી ઉર્ફે કાળુ રામજીભાઈ ચાવડા, ઈશ્વર કાંતીભાઈ ચાવડા, કાનો નટુભાઈ ચાવડા, દીપક નટુભાઈ ચાવડા, સુરેશ ઉર્ફે ચકુડીયો મગનભાઈ ચાવડા, મયુર પ્રેમજીભાઈ ચાવડા, વીજય કાંતીભાઈ ચાવડા અને પ્રકાશ કાંતીભાઈ ચાવડા એક સંપ કરી હાથમાં તલવાર, લોખંડના પાઈપ અને છરી લઈને આવ્યા હતા અને અજયભાઈ પાછળ મારવા દોડયા હતા. જેમાં અજયભાઈ નજીકમાં આવેલા તેમના મામાના ઘરમાં જતા રહ્યા હતા. અને ઘરણા બારણા ખખડાવી અજયભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે આરોપીઓએ પ્રકાશ પોટરી પાછળ આવેલ અજયભાઈના ઓળખીતા કાકા દેવેન્દ્રભાઈ ધનજીભાઈ સોલંકીના ઘરની બહાર પડેલ પીકઅપમાં તોડફોડ કરી હતી. આ અંગે થાન પોલીસ મથકે 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એમ.ટી.ગઢવી ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો