ચોટીલાના ગૌરક્ષકોને આઈશર ટ્રકમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી ચોટીલા હાઈવે પર વોચ રખાઈ હતી. જેમાં ટ્રકના ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈ પશુઓ મોકલનાર સહિત 3 સામે ચોટીલા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ગુનો નોંધાયો છે.અખીલ વિશ્વ ગૌ સંવર્ધન પરીષદ દિલ્હી સંસ્થામાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ ચોટીલાના હરેશભાઈ છનાભાઈ ચૌહાણ સહિતનાઓને ચોટીલા હાઈવે પરથી આઈશર ટ્રકમાં પશુઓ કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા વોચ રાખી હતી. જેમાં ચોટીલા હાઈવે પર ઓનેસ્ટ હોટલ પાસેથી 9 ભેંસ અને ર પાડા ભરેલ આઈશરને ઝડપી લઈ ચોટીલા પોલીસ મથકે લઈ જવાયુ હતુ. જેમાં એએસઆઈ એન.જે.ગોસ્વામી સહિતનાઓએ તપાસ કરતા ચાલક દેવભુમી દ્વારકા જિલ્લાના ખંપાળીયા તાલુકાન ભાડથર ગામનો કાળા લખમાણભાઈ ગમારા અને કલીનર રાજકોટના ઉપલેટા તાલુકાના પાનેલી મોટ ગામનો રવી હીરાભાઈ કોડીયાતર હતા. આ બન્નેની પુછપરછ કરાતા આ પશુઓ દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઠેબર ગામના બાબુએ ભરી આપ્યા હતા અને ભરૂચ લઈ જવાના હોવાનું જણાવ્યુ હતુ. જયારે આઈશરની તપાસ કરતા તેમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રુરતા પુર્વક પશુઓ બાંધેલી હાલતમાં હતા. આથી ઝડપાયેલા ચાલક, કલીનર અને પશુઓ મોકલનાર સહિત ત્રણેય સામે ચોટીલા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.