દસાડાના પીપળી ગામે અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના રિક્ષા પાર્કીંગમાં પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં 16 શખ્સો પાસેથી 2,11,870નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બજાણા પોલીસને દસાડા તાલુકાના પીપળી ગામે સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આસીફ ઉર્ફે રેબલ અહેમદખાન મલેક, અફઝલ રહીમખાન મલેક, શરીફ અબ્દુલખાન મલેક, અલીફ રહેમતખાન મલેક, ઈદ્રીશ અબ્દુલખાન મલેક, દીલીપ બાલાભાઈ વાણીયા, અલેફ હુસેનખાન મલેક, ભરત પ્રાણભાઈ અઘારા, જીતેશ ગોપાલભાઈ કાંજીયા, એલમ ઈસબખાન મલેક અને સવે રસુલખાન મલેક ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 50,470, 7 મોબાઈલ ફોન, 3 બાઈક સહિત રૂ.2,05,470ની મત્તા કબજે કરાઈ છે. દરોડામાં 2-4 શખ્સો ફરાર થઈ ગયા હતા. પરંતુ ફરાર થનાર શખ્સો કોણ હતા. તે વિશે કોઈ જાણતુ ન હતુ. આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. જયારે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફને રિક્ષા પાર્કીંગ સ્થળે અમુક શખ્સો ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ચેતન લાલજીભાઈ ગેલડીયા, રઝાક ઈલ્યાસભાઈ જામ, મુકેશ રાજુભાઈ વાંગડીયા, હકા ગોવિંદભાઈ નગવાડીયા અને હરી રમેશભાઈ જાડા રોકડા રૂપીયા 6400 સાથે પકડાયા છે.
