અમદાવાદ-કચ્છ હાઈવે પર માલવણ ચેકપોસ્ટ પાસે 112 જનરક્ષક વાન ઉભી હતી. જેમાં ચાલક તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી બેઠા હતા. આ સમયે એક ટેલરે આઈશરને ટક્કર મારતા ટ્રક જનરક્ષક વાન સાથે અથડાઈ હતી. આ બનાવમાં વાનને નુકશાન થયુ છે. જયારે પોલીસ કર્મી ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે.


બજાણા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ કાંતીભાઈ મારૂની તા. 17મીએ સાંજથી તા. 18મીએ સવાર સુધી જનરક્ષક 112માં ફરજ હતી. જેમાં તેમની સાથે જીઆરડી તરીકે અરવિંદભાઈ રાઠોડ હતા. તા. 18મીએ સવારે માલવણ હાઈવે ચોકીથી વિરમગામના રસ્તે તેઓ વાન પાર્ક કરીને ડ્રાઈવરની સીટ પર બેઠા હતા. જયારે અરવિંદભાઈ પોલીસ ચોકીમાં વોશરૂમમાં ગયા હતા. આ સમયે ધ્રાંગધ્રા તરફથી પુરઝડપે આવેલા ટેલર ચાલકે માલવણથી પાટડી તરફ રસ્તો ક્રોસ કરી રહેલા આયશરને ટક્કર મારી હતી. જેમાં આયશર જનરક્ષક વાન સાથે અથડાઈ હતી અને વાન ઢસડાઈને પોલીસ ચોકી સુધી ધસી ગઈ હતી. જયારે આયશર વીજ પોલ સાથે અથડાયુ હતુ. આ બનાવમાં પ્રવીણભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી. જયારે વાનને અને વીજ પોલને નુકશાન થયુ હતુ. આ અંગે બજાણા પોલીસ મથકે તા. 18ના રોજ સાંજે ટેલર ચાલક પાટણ જિલ્લાના મુકેશખાન સલુભા મલેક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. જયારે લખતરના લીલાપુર ગામે રહેતા મહાદેવભાઈ અંબારામભાઈ ઝાકાસણીયા તા.18મીએ સાંજે કાર લઈને સુરેન્દ્રનગરથી લખતર આવતા હતા. ત્યારે લખતરથી વિરમગામ તરફ જતા આયશર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આયશર ચાલક વાહન મુકી ફરાર થઈ ગયો હતો. જયારે મહાદેવભાઈને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: