સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટરમાં અંગ્રેજોના સમયમાં વર્ષ 1880-81માં બનેલ ઐતિહાસિક ઈમારત આવેલી છે. આ બિલ્ડીંગનું રીનોવેશન કરી તેનો હેરીટેજ લુક જળવાય રહે તે માટે પોલીસ વિભાગે કાર્ય આરંભ્યુ છે. જેમાં રેન્જ આઈજી નીર્લીપ્ત રાય અને એસપી પ્રેમસુખ ડેલુના હસ્તે આ ઐતીહાસીક ઈમારતના પુનઃ નિર્માણનું ભુમીપુજન કરાયુ હતુ. તીર્થ એગ્રો કંપનીના સીએસઆર એકટીવીટી હેઠળ આ જર્જરીત બીલ્ડીંગને અત્યાધુનીક અને હેરીટેજ સ્વરૂપ આપવામાં આવશે. આ તકે એએસપી વેદીકા બીહાની, ડીવાયએસપી પાર્થ પરમાર, વિશાલ રબારી સહિત પોલીસ અધીકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
