ધ્રાંગધ્રા ડિવીઝન હેઠળ આવતા 6 પોલીસ મથકમાં વર્ષ 2024-25માં વિવિધ ગુનાના કામે કબજે કરાયેલ વાહનોની જાહેર હરરાજી યોજાઈ હતી. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનથી ડીવાયએસપી જે.ડી.પુરોહીતની અધ્યક્ષતામાં આ હરાજી કરાઈ હતી. આ તકે એસપી કચેરી અધીક્ષક એસ.એમ.જાડેજા, ધ્રાંગધ્રા સીટી પીઆઈ એમ.યુ.મસી, ધ્રાંગધ્રા તાલુકા ઈન્ચાર્જ પીઆઈ એમ.બી.વીરજા, બજાણા પીઆઈ એમ.બી.બામ્બા, દસાડા પીઆઈ વાય.જી.ઉપાધ્યાય, પાટડી ઈન્ચાર્જ પીઆઈ એચ.એસ.ગોહીલ સહિતનાઓ ઉપસ્થી રહ્યા હતા. ધ્રાંગધ્રાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ જાહેર હરાજીમાં રાજયભરમાંથી જુના વાહનો ખરીદનાર ઉપસ્થીત રહ્યા હતા. આ હરાજીમાં 8 કાર, 10 રિક્ષા, 130 બાઈક મળી કુલ 148 વાહનોની હરાજી રાખવામાં આવી હતી. જેમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના 63 વાહનો 5,06,000માં, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના 37 વાહનો 2.78 લાખમાં, પાટડી પોલીસ મથકના 19 વાહનો 6.30 લાખમાં, દસાડા પોલીસ સ્ટેશનના 16 વાહનો 3.71 લાખમાં, ઝીંઝુવાડા પોલીસ મથકના 7 વાહનો 71 હજાર રૂપીયા અને બજાણા પોલીસ મથકના 6 વાહનો 71 હજારમાં હરાજીમાં ગયા હતા. કુલ 148 વાહનોના 19.27 લાખ રૂપીયા સરકાર ખાલસા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: