સુરેન્દ્રનગર : સરલા ગામની મહિલા હાલ મૂળી હાઈવે પર ઓરડીમાં રહે છે. તેમના લગ્ન વર્ષ 2019માં સરલાના બળદેવભાઈ વેરશીભાઈ વાઘેલા સાથે થયા હતા. તેમના પુત્રને કીડનીની બીમારી હોઈ મહિલાના પતિએ 2 વર્ષ પહેલા ગામના પ્રતીક ઉર્ફે ગની ચાણપુરા પાસેથી રૂ. 2 લાખ વ્યાજે લીધા હતા. જેમાં વ્યાજ સહિત રૂપીયા 6 લાખ ચુકવવા છતાં પ્રતીક વધુ પૈસાની માંગણી કરતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. જેમાં પ્રતીક જેલમાં ગયો હતો. બાદમાં જામીન પર છુટી તેણે બળદેવભાઈએ આપેલા કોરા ચેક બાબતે કોર્ટ કેસ કર્યો હતો. જેમાં બળદેવભાઈને 1 વર્ષની સજા થતા તા. 25-6-26ના રોજ પોલીસ તેમને પકડીને લઈ ગઈ હતી અને જેલ હવાલે કર્યા હતા. ત્યારે તા. 10-12 દિવસ પહેલા મહિલા તેના પ વર્ષના પુત્ર સાથે ઓરડીમાં સુતી હતી. આ સમયે પ્રતીક અચાનક ઓરડીએ આવ્યો હતો. અને હજુ તારા પતિ પાસે મારે 15 લાખ લેવાના છે, જેટલા હોય તેટલા આપી દે તેમ કહી સુતેલા 5 વર્ષના પુત્રના ગળા પર છરી રાખી પુત્રને મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ તેની પાસે રહેલ રૂ. 8 હજાર આપ્યા હતા. પતિ જેલમાં હોઈ પ્રતીક અવારનવાર હેરાન કરશે તેમ માની અંતે મહિલાએ તા. 12મીએ સાંજે મૂળી પોલીસ મથકે પ્રતીક ચાણપુરા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ જાડેજા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો