માલવણ હાઈવે પરની બે હોટેલમાં પોષ ડોડવાનો જથ્થો હોવાની બાતમી મળતા બજાણા પોલીસે તા. 6-1-26ના રોજ રેડ કરી હતી. જેમાં 102 કિલો 800 ગ્રામ પોષ ડોડવા સાથે રૂપીયા 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં ફરાર પીપળી ગામના બે આરોપીઓને એસઓજી ટીમે ઝડપી લઈ બજાણા પોલીસના હવાલે કર્યા છે.


બજાણા પોલીસને માલવણ હાઈવે પર આવેલ હોટલ આલીશાનમાં પોષ ડોડવાનો જથ્થો હોવાની બાતમી મળતા ગત તા. 6-1-26ના રોજ રેડ કરાઈ હતી. જેમાં હોટલનો સંચાલક મુળ રાજસ્થાનનો વનારામ નર્સીંગારામ શીયાગ હોટેલના ધાબા ઉપરથી 82.100 કિલો પોષ ડોડવા સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ જથ્થો 20-25 દિવસ પહેલા રાજસ્થાનનો ભીખારામ જુગતારામ આપી ગયો હતો. આ સાથે હોટલ રામદેવમાં પણ જથ્થો ઉતર્યો છે. આ જથ્થો હોટલ રામદેવના સંચાલક જયરામ પુરારામ સાથે મળીને પીપળીના ઈમરાન નસીબખાન મલેક અને સલીમ ઉર્ફે સલીયો અમીરખાન મલેકે મંગાવ્યો હોવાનું ખૂલ્યુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: