એ ડીવીઝન પોલીસ ટીમને વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન મુળી તરફથી દેશી દારૂ ભરેલ રિક્ષા સુરેન્દ્રનગર તરફ આવતી હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે મોરબીના પુલના છેડે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ રિક્ષા આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલક અશ્વલાઈન તરફ રીક્ષા ભગાડી મુકી ફરાર થઈ ગયો હતો. જેમાં ચાલક પ્રવીણ વિજયભાઈ ચોવીસીયા હતો. જયારે રિક્ષામાંથી જાહીરા ઉર્ફે મુન્ની હબીબભાઈ માણેક અને રમજાન હબીબભાઈ માણેક 500 લીટર દેશી દારૂ સાથે પકડાયા હતા. આ બન્નેને દારૂ વીશે પુછતા તેઓએ આ દારૂ મુળીના વીનુ ધનજીભાઈ સલોરા પાસેથી લાવ્યા હોવાનું તથા સુરેન્દ્રનગરના હીનાબેન હાસમભાઈ ભટ્ટી, મુમતાઝ ગફારભાઈ, સલમાબેન હનીફભાઈ ખોડ, જયેશ ઉર્ફે કાનો જાદવ, જયોતીબેન વીરમભાઈ સારલા અને હુરબાઈબેનને આપવાનો હોવાનું જણાવ્યુ હતુ. આથી પોલીસે દેશી દારૂ, રિક્ષા અને મોબાઈલ સહિત 1.30 લાખની મત્તા જપ્ત કરી ફરિયાદ નોંધી છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: