ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7ને રવીવારે કલાસ-1 અને રની ભરતી માટેની પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર શહેરના 9 પરીક્ષા સ્થળે 89 બ્લોકમાં 2114 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. પરીક્ષાના સફળ આયોજન માટે બેઠક યોજાઈ હતી.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત વહીવટી સેવા કલાસ-1, સીવીલ સર્વીસીસ કલાસ-1 ને 2, ચીફ ઓફીસર કલાસ-2, એકાઉન્ટ ઓફીસર કલાસ-2, આસીસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ કલાસ-2 અને ફોરેસ્ટ રેન્જ ઓફીસર કલાસ-2ની ભરતી પ્રક્રીયા હાથ ધરાઈ છે. જેમાં સમગ્ર રાજય સાથે ઝાલાવાડમાં પણ આવતીકાલે તા. 7 જુનને રવીવારે પ્રીલીમીનરી પરીક્ષા યોજાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પરીક્ષાના સફળ આયોજન માટે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર જી.એચ.સોલંકી, ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધીકારી કે.એન.બારોટ, આયોગના પ્રતીનીધીઓ, તકેદારી સુપરવાઈઝર, ઝોનલ ઓફીસરો ઉપસ્થીત રહ્યા હતા. સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર સહિતના વિસ્તારોમાં આવેલ 9 પરીક્ષા કેન્દ્રો પર રવીવારે સવારે 10 થી 1 પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં નોંધાયેલા 2114 ઉમેદવારો માટે 89 બ્લોક આ પરીક્ષા કેન્દ્રો પર બનાવાયા છે. જયારે રતનપરની નિલકંઠ સ્કુલમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ગ્રાઉન્ડ ફલોર પર બેઠક વ્યવસ્થા કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: