લીંબડી-બગોદરા હાઈવે પર પાણશીણા ચેકપોસ્ટ પાસે પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂની 2880 બોટલના જથ્થા સહિત રૂ. 49,88,200ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ટ્રક ચાલકને ઝડપી લીધો છે. પોલીસ દ્વારા કુલ 4 સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પાણશીણા ઈન્ચાર્જ પીઆઈ કે.ડી.જાદવ, રાકેશ સોલંકી, અમીત મહેતા સહિતનાઓને પાણશીણા ચેકપોસ્ટ પસાર કરી દારૂ ભરેલ ટ્રક લીંબડી તરફ જનાર હોવાની બાતમી મળતા ચેકપોસ્ટ પર તા. 17મીએ બપોરે વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ ટ્રક આવતા તેને કોર્ડન કરી તપાસ કરાતા ટ્રકમાં ચાલકની કેબીન પાછળ ચોરખાનુ બનાવી તેમાં છુપાવેલ દારૂની નાની-મોટી 2880 બોટલ મળી આવી હતી. આથી રાજસ્થાનના ટ્રક ચાલક દુર્ગારામ ભોદરાની પુછપરછ કરાતા આ દારૂ તેના ચેનારામ જાનીએ સંપર્ક કરાવેલ હનુમાનરામ ઉર્ફે કિશને હરીયાણાથી ભરી આપ્યો હતો. અને અનીલ નામના શખ્સને આપવાનો હતો. અનીલ આ ટ્રકનું પાયલોટીંગ પણ કારમાં કરતો હતો. જયારે સાયલા હાઈવે પર હોટલ એપલ પાસે આ ટ્રક આપી દેવાનો હતો. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ સહિત રૂ. 49,88,200નો મુદ્દામાલ કબજે કરી ફરિયાદ નોંધી છે. જયારે જોરાવરનગર પોલીસે સોમવારના રોજ સાંજે રતનપર બહુમાળી ભવન ચોકડી પાસેથી લીંબડીના તળાવ મહોલ્લામાં રહેતા યારમહમદ ભીખાભાઈ ખોજાણીને દારૂની ર બોટલ સાથે ઝડપી લીધો હતો. આ દારૂ લીંબડીના કાના પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ થાનના અમરાપરમાં આવેલ શાળા નં. 3 પાસે રહેતો મોબતસિંહ નટુભા જાડેજા તેના ઘરે દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે ગત તા. 17મીએ સાંજે રેડ કરી હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે રૂમની ગેલેરીમાંથી દારૂના 349 ચપલા કિંમત રૂ. 61,075નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોબતસિંહને ઝડપી લેવા વધુ તપાસ આદરી છે.