સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે અસામાજીક પ્રવૃતીઓ સાથે સંકળાયેલા 3 રીઢા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જિલ્લા કલેકટરે પાસાનું વોરંટ ઈસ્યુ કરવા આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રીઢા ગુનેગારો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવે છે. ત્યારે એસપી પ્રેમસુખ ડેલુએ અસામાજીક પ્રવૃતીઓ સાથે સંકળાયેલા રીઢા આરોપીઓ સામે પાસાની દરખાસ્ત કરવા સુચના આપી હતી. જેમાં ચોટીલા, દસાડા અને સાયલા તાલુકાના 3 શખ્સો સામે જિલ્લા પોલીસ દ્વારા દરખાસ્ત તૈયાર કરી કલેકટરને સોંપવામાં આવી હતી.

જેમાં જિલ્લા કલેકટર જી.એચ.સોલંકીએ બન્ને આરોપીઓની પાસાની દરખાસ્ત મંજુર કરી વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. આથી સુરેન્દ્રનગર પોલીસે ત્રણેય આરોપીઓને વોરંટની બજવણી કરી હતી.

અને મુળ સાયલા તાલુકાના કરાડીના અને હાલ રાજકોટ જિલ્લાના વીંછીયામાં રહેતા 30 વર્ષીય નરેન્દ્ર ઉર્ફે મોદી કનુભાઈ જલુને મધ્યસ્થ જેલ વડોદરા, ચોટીલા તાલુકાના જાનીવડલાના 40 વર્ષીય રણુ અનકભાઈ ખાચરને મધ્યસ્થ જેલ લાજપોર સુરત અને દસાડા તાલુકાના પીપળી ગામના 28 વર્ષીય આરીફ નસીબખાન મલેકને મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે જેલ હવાલે કરાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો