સુરેન્દ્રનગર : વઢવાણની નાથાવોરાની શેરીમાં રહેતા 23 વર્ષીય ઈલ્સાદભાઈ દીલાવરભાઈ જરગેલા હાર્ડવેર અને ફાયરસેફટીની દુકાન ચલાવે છે. તા. 1-7ના રોજ બપોરે તેઓએ તેમની કાર શેરીમાં ઘર પાસ મુકી હતી. જેમાં તેમના પડોશી કિશન દિનેશભાઈ ભાડકા, કૃણાલ વિજયભાઈ ભાડકા અને એક અજાણ્યા શખ્સે કાર અહીં નહી મુકવાની તેમ કહી બોલાચાલી કરી હતી. અને લાફાવાળી કરી, લાકડી વડે ઈલ્સાદભાઈને માર માર્યો હતો. જેમાં તેઓને સારવાર માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે વઢવાણ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ આર.એન.જોગરાણા ચલાવી રહ્યા છે.
