ઝાલાવાડ સહિત સમગ્ર રાજયમાં ગત તા. 28મીએ ધો. 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આ સ્કોલરશીપ માટેની પરીક્ષામાં નોંધાયેલા 5577 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ પેપર 3751 અને બીજુ પેપર 3706 છાત્રોએ આપ્યુ હતુ.


ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતીભાશાળી વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે દર વર્ષે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરાય છે. ત્યારે તા. 28મીએ સમગ્ર રાજયમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરાયુ હતુ. આ કસોટીમાં સમગ્ર રાજયમાં મેરીટમાં આવનાર પ્રથમ 1000 વિદ્યાર્થીઓને વન ટાઈમ રૂ. 1 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા અને પરીક્ષાના ઝોનલ અધીકારી બી.ડી.રાણવાના માર્ગદર્શનથી સમગ્ર જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. જેમાં હાલ ધો. 9માં અભ્યાસ કરતા 5577 વિદ્યાર્થી નોંધાયા હતા. પરીક્ષા માટે જિલ્લાના 7 તાલુકાઓમાં 23 કેન્દ્રો બનાવાયા હતા. બુધવારે સવારે 11થી 1 દરમિયાન યોજાયેલ પ્રથમ ભાગમાં 3751 અને બીજા ભાગમાં 3706 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આમ, 45 છાત્રોએ બીજુ પેપર આપવાનું ટાળ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: