સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રહેતા 55 વર્ષીય રામાભાઈ રાણાભાઈ તરગટા પશુપાલન કરે છે. તા. 30-6ના રોજ સવારે તેમની એક ગાય ખોવાઈ જતા તેઓ શોધવા નીકળ્યા હતા. જેમાં ગામના તળાવ પાસે જેસીબી અને ડમ્પર વડે માટી ભરતા ગામના કાળા દેવશીભાઈ ખટાણાને ગાય વિશે પુછતા તે ઉશ્કેરાયો હતો અને તું અહીં ગાય શોધવા નહી પરંતુ અમે માટી ભરીએ તે જોવા આવ્યો છે તેમ કહ્યુ હતુ. જયારે કાળા ખટાણા, આપુ કાળાભાઈ, અરજણ સામળાભાઈ અને અરજણ પોલાભાઈએ એક સંપ કરી અપશબ્દો કહી લોખંડના પાઈપ અને લાકડી વડે રામાભાઈને માર માર્યો હતો. જેમાં તેઓને સારવાર માટે સુદામડા સીએચસી લઈ જવાયા હતા. આ અંગે ધજાળા પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.બી.ડોડીયા ચલાવી રહ્યા છે.
