સુરેન્દ્રનગર (બ્યુરો) : થાનની પીસી પોટરી પાછળ રહેતા પ્રકાશભાઈ લાલજીભાઈ સોલંકીની મુળી તાલુકાના માનપર ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે. તા. 15-4-2020ના રોજ બાજુના ખેતર વાળા જેસીબીથી ખોદકામ કરતા હોઈ પ્રકાશભાઈ સહિતનાઓ ખેતરે ગયા હતા. જેમાં પ્રકાશભાઈના ખેતરમાં જેસીબી ચાલતુ હોઈ તેઓએ બંધ કરાવ્યુ હતુ. આથી માનપરના મહીપત લાભુભાઈ કોળી સહિત 10 શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. જેમ મહીપતે પ્રકાશભાઈ ઉપર બંદુક તાકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી બીકના માર્યા પ્રકાશભાઈ સહિતનાઓ ત્યાંથી ઘરે આવી ગયા હતા. બાદમાં આ શખ્સોએ ખેતરના મકાનના બોર્ડને નુકશાન કરી, ખાટલા સળગાવી, ટપકને નુકશાન કર્યુ હતુ. આ બનાવમાં બાદમાં સહ આરોપી તરીકે અન્ય શખ્સોના નામ ખુલ્યા હતા. જેઓ પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. ત્યારે રાજકોટ રેંન્જની ટીમના યોગેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિતનાઓએ આ કેસના 6 વર્ષથી ફરાર 4 આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં માનપરના હેમંત ગોકળભાઈ અગોલા, સુરેશ જાદવભાઈ અગોલા, જસમત લાભુભાઈ અગોલા અને ગણપત ભાથાભાઈ પનારાને મુળી પોલીસના હવાલે કરાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો