સાયલા તાલુકાના મદારગઢ ગામે જુગારની બાતમી મળતા એલસીબી ટીમના અમરકુમાર ગઢવી, વજાભાઈ, કુલદીપભાઈ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં સંજય હકાભાઈ કટોસણા, ધનજી બહાદુરભાઈ ચાવડા, ભગવાન લગરાભાઈ કટોસણા, કાળુ શીવાભાઈ અઘારા રોકડા રૂપીયા 12,150, રૂપીયા 15 હજારના ર મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 27,150ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં દશરથ અજુભાઈ કટોસણા અને દશરથ ભુપતભાઈ કટોસણા ફરાર થઈ ગયા હતા. સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે વઢવાણ તાલુકાના બાળા ગામે આવેલ મફતીયાપરામાં ગંજીપાનાનો જુગાર રમતા દિનેશ ભલાભાઈ ઓલવાણીયા અને સુરેશ વેરશીભાઈ ઉઘરેજીયા રોકડા રૂપીયા 1020 સાથે ઝડપાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના વાદીપરામાંથી મેલડીપરાનો મહેશ ઉર્ફે ટીનો વશરામભાઈ જલાલપરા રોકડા રૂપીયા 220 સાથે, સુરેન્દ્રનગર પતરાવાળી ચોકમાંથી કૃષ્ણનગરમાં રહેતો લગધીર રમેશભાઈ ચોવીસીયા રોકડા રૂપીયા 180 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો