સાઉદી અરેબીયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓએ હુમલો કર્યો છે. જેમાં સ્થાનીક સહિત ભારત દ્વારા પણ સાઉદીની હવાઈ યાત્રા કરતી ફલાઈટો કેન્સલ કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરના પરિવારના 4 સભ્યો હાલ મક્કામાં ફસાયા છે. તેમની અમદાવાદ સુધીની ફલાઈટ કેન્સલ થતા તેઓ અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. પશ્ચિમ એશીયામાં ફરી તણાવની સ્થીતી ઉભી થઈ છે. સાઉદી અરેબીયાના રીયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓના હુમલાથી પરીસ્થીતી તંગદીલ બની છે. ત્યારે મક્કામાં હજ અને ઉમરાહ કરવા ગયેલ અનેક મુસ્લીમ બીરાદરો ફસાયા છે. હુતી વિદ્રોહીઓના એરપોર્ટ પર વીમાની સેવાઓને અસર થઈ છે. જેમાં ઈતીહાદ, કતાર એરવેઝે પોતાની ફલાઈટો રદ્દ કર્યા બાદ તા. 13ના રોજ એર ઈન્ડીયા, ઈન્ડીગો અને આકાસા એરે પણ પોતાની સાઉદી અરેબીયાની ફલાઈટો રદ્દ કરી દીધી છે. ત્યારે દુનીયાભરના હજ કરવા ગયેલ મુસ્લીમ બીરાદરો સાથે સુરેન્દ્રનગરનો પરિવાર પણ હાલ સાઉદીના મક્કામાં ફસાયો છે. હજ કરવા ગયેલ બટુકભાઈ જરગેલાએ આ અંગેનો વીડીયો વાયરલ કરીને માહીતી આપી હતી. બટુકભાઈના જણાવાયા મુજબ તેઓ તા. 18-9ના રોજ 26 દિવસના પ્રવાસે ગયા હતા. જેમાં જેમાં 11 દિવસ ઈરાકમાં મોત્તાદ, બગદાદ અને કરબલામાં રહ્યા બાદ છેલ્લા 8 દિવસથી મદીના અને મક્કામાં છે. તા. 14-9ના રોજ તેમની મક્કાથી અમદાવાદ સુધીની સીધી ફલાઈટ હતી. પરંતુ હુતી વિદ્રોહીના રીયાધ એરપોર્ટ પર હુમલાથી આ ફલાઈટ કેન્સલ થઈ છે. આથી તેઓને હવે મક્કાથી મસ્કંદ, ત્યાંથી મુંબઈ અને મુંબઈથી બાય ટ્રેન અમદાવાદ સુધીની સફર કરવી પડશે. મક્કામાં હાલ તેઓને કોઈ ભય નથી. પરંતુ મુસાફરીનું બુકીંગ રદ્દ થવાની સમસ્યા સર્જાઈ છે.
