સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે, ધામા-ઝીંઝુવાડા રોડ અને સુરેન્દ્રનગર શહેરના દુધરેજ રોડ પર અકસ્માતની 3 ઘટના સામે આવી છે. જેમાં સફાઈ કામદાર મહિલા સહિત 4ને ઈજાઓ પહોંચી છે. ચોટીલા તાલુકાના રેશમીયા ગામે રહેતા રતુભાઈ માલકીયા ચોટીલામાં સોનીની દુકાને નોકરી કરે છે. તા. 5-7ના રોજ રાત્રે 9-15 કલાકે તેઓ બાઈક લઈને ચોટીલાથી રેશમીયા જવા નીકળ્યા હતા. જેમાં નેશનલ હાઈવે પર એચડીએફસી બેંક પાસે એક બાઈક ચાલકે રતુભાઈના બાઈક સાથે અકસ્માત કરતા રતુભાઈ નીચે પટકાયા હતા. અને તેમને ઈજાઓ થતા સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે તા.13-7ના રોજ અજાણ્યા બાઈક ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.જી.મેણીયા ચલાવી રહ્યા છે. જયારે દસાડા તાલુકાના ધામા ગામના પરમાભાઈ રામશીભાઈ રબારી તા. 14-6ના રોજ રાત્રે બાઈક લઈને ઝીંઝુવાડાના રસ્તે ખેતરમાં ખેડાણ કરવા જતા હતા. ત્યારે ધામા ગામના તળાવ પાસે સામેથી પુરઝડપે બાઈક લઈને આવેલા ઝેઝરાના મેહુલ ચુંડાભાઈ ઠાકોરે પરમાભાઈના બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બન્ને બાઈક ચાલકોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં પરમાભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પ્રથમ દસાડા સરકારી દવાખાને, બાદમાં વિરમગામની શાલીગ્રામ હોસ્પીટલ અને ત્યાંથી અમદાવાદની સરસ્વતી હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે તા. 13-7ના રોજ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એ.આર.રબારી ચલાવી રહ્યા છે. બીજી તરફ રતનપર વાલ્મીકીનગરમાં રહેતા મધુબેન નાથાભાઈ વાઘેલા મહાનગરપાલીકામાં કોન્ટ્રાકટ હેઠળ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. સવારના સમયે તેઓ દુધરેજ રોડ પર આવેલ રામકુટીર પાસે રસ્તા પર સફાઈ કામગીરી કરતા હતા.
