લખતરના માલીકા ગામે જુગાર રમતા નવઘણ કાવાભાઈ ગોલાણી, રાજુ રામાભાઈ ઝાંપડીયા, મેલા બચુભાઈ ધરજીયા, બળવંત ચમનભાઈ વંથળા, નરશી લાલજીભાઈ પંચાળા, જયંતી ભગાભાઈ ધોરાળીયા, જીવરામ નારાયણભાઈ મેટાળીયા, ગોપાલ કાશીરામભાઈ ગોલાણી, દિનેશ ધનજીભાઈ ધોરાળીયા, ભરત કાશીરામભાઈ વંથળા, બીપીન ચમનભાઈ વંથળા, ઈશ્વર મફાભાઈ સેનવા અને વિપુલ નટવરભાઈ મેટાળીયા રોકડા 8,610, 5 મોબાઈલ સહિત 33,610ની મત્તા સાથે ઝડપાયા છે. જયારે મુળીના વીરપર ગામની નર્સરી પાછળ જુગાર રમતા લાલજી રણછોડભાઈ ઝેઝરીયા, ચિંતન સુરેશભાઈ પરમાર, દેવજી નારાયણભાઈ ધરજીયા અને રામજી હેમુભાઈ વણપરા રોકડા 15680 સાથે પકડાયા છે. આ દરોડામાં સગરામ રૂપાભાઈ સાપરા અને ગોરધન ચીકાભાઈ જાંબુકીયા ફરાર થઈ ગયા છે. બીજી તરફ મુળીના કોળીપરામાં આવેલ અંબાજી માતાજીના મંદિર પાસે જુગાર રમતા વિશાલ મેરૂભાઈ સલુરા, અશ્વીન મઘાભાઈ, પીન્ટુ રાણાભાઈ ગળધરીયા, મહેશ ગટુરભાઈ કુકડીયા, કીરણ કલાભાઈ ગળધરીયા, અજય રમેશભાઈ વસવેલીયા, નવઘણ હકાભાઈ ગુગરીયા, ગીરીશ કાળુભાઈ રોજાસરા, ભરત રામુભાઈ સલુરા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા અને વિજય મેરૂભાઈ સલુરા રોકડા રૂપીયા 24,550, 8 મોબાઈલ સહિત રૂપીયા 64,550ની મત્તા સાથે પકડાયા છે. આ ઉપરાંત મુળીના રામપર ગામે જુગાર રમતા લાલજી હંસરાજભાઈ ખાવડીયા, રામદેવસિંહ શકિતસિંહ ઝાલા અને વિનુભા રામભા બાવડા રોકડા રૂપીયા 1,03,980, 4 મોબાઈલ અને બાઈક સહિત રૂપીયા 1,43,980ની મત્તા સાથે પકડાયા છે. આ દરોડામાં દિનેશ ઉર્ફે દીલો નટુભાઈ વરમોરા, હિન્દુ નાગજીભાઈ ભરવાડ, જયંતી પરસોત્તમભાઈ ખાવડીયા, રમુ ઉર્ફે રામો ભરવાડ, પ્રવીણ ચતુરભાઈ મકવાણા, છગન રતનાભાઈ શેપાત્રા, રાયમલ દેકાવડીયા, ભોલો અને અરવિંદ રાજાભાઈ થરેસા ફરાર થઈ ગયા છે. અને મુળીના ઉમરડા ગામે જુગાર રમતા રવીરાજસિંહ પરમાર અને ઘનશ્યામ લળકામણા રૂપીયા 13,800 અને 3 મોબાઈલ સહિત રૂપીયા 28,800ની મત્તા સાથે ઝડપાયા છે. આ દરોડામાં રમેશ બારૈયા, કુકા સરવૈયા, સાહીલ મુલતાની, હીતેશ સરવૈયા, નીલેશ નળકામણા, ભરત પરમાર અને વિક્રમ પઢીયાર ફરાર થઈ ગયા છે. તથા મુળીના નળીયા ગામની સીમમાં જુગાર રમતા પ્રદીપ રવુભાઈ પરમાર, રવીરાજસિંહ નીરૂભા પરમાર, પ્રકાશ નાનજીભાઈ કઠેકીયા અને હાર્દીક ઘનશ્યામભાઈ સંઘાણી રોકડા 61,100, 3 મોબાઈલ, કાર સહિત 2,81,600ની મત્તા સાથે ઝડપાયા છે. આ દરોડામાં વિજય પુરબીયા ફરાર થઈ ગયો છે. અને મુળીના દીગસર ગામે પાના ટીચતા મહેન્દ્રસિંહ વેલુભા પરમાર, કાળુખાન ઉમરખાન બ્લોચ, નયનેશ ગોવિંદભાઈ મોટકા, ભરત પગી અને જીતેન્દ્ર દલપતભાઈ પારઘી રોકડા રૂપીયા 26,560, 8 મોબાઈલ, 3 બાઈક સહિત રૂપીયા 2,31,560ની મત્તા સાથે ઝડપાયા છે. આ દરોડામાં આશીષ છનાભાઈ નાકીયા, રણજીત રામભાઈ મુંજપરા, પ્રવીણ હિંમતભાઈ ભાયાણી ફરાર થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો