ધ્રાંગધ્રા પાલીકાની સામાન્ય સભામાં સરકારની વિવિધ યોજના હેઠળ શહેરના વિવિધ વિકાસના 44 કરોડ રૂપીયાના કામોને મંજૂરી આપી મેળા માટે આગવુ આયોજન કરાયુ હતુ. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેર વિકસીત થતુ જાય છે ત્યારે વોર્ડ નંબર એક સહિત શહેરી વિસ્તાર ખુબ વિકસતો જતો હોવાથી નવા રોડ બનાવવા,ગટર, નાખવા,પાણીની લાઇન સહિતની વ્યવસ્થા માટે મોટી ગ્રાન્ટની જરૂર પડતી હોય છે.ત્યારે ધ્રાંગધ્રા ચીફ ઓફીસર મંટીલ પટેલ,પ્રમુખ દામીનીબેન ગોવાણી,ઉપપ્રમુખ શહદેવસિંહ જાડેજા,કારોબારી ચેરમેન પ્રવિણભાઇ રબારી,પક્ષ નેતા સતીષભાઇ ડાભી સહિત પાલીકાના સદસ્યોની હાજરીમાં આગવી ઓળખ,સડક યોજના,જનભાગીદારી,સ્વચ્છતા,લીગલી વેસ્ટ સહિતના વિકાસના 44 કરોડ રૂપીયાના કામોને મંજૂરી અપાઇ હતી.આગામી સમયમાં વિવિધ યોજના હેઠળ આયોજન કરી કામો હાથમાં લેવાશે.આ બેઠકમાં જન્માષ્ઠમીના મેળા માટે ખાસ આયોજન કરાયુ હતુ સાથે ચરમાળીયાના મેદાનમાં યોજાતા મેળામાં મોટી રાઇડ ઉપર પ્રતિબંધ નકકી કરાયો હતો.સાથે કોન્ગ્રેસના સદસ્ય ઇમ્તીયાઝભાઇ અને મહેન્દ્રભાઇ ગેડીયાએ મેળા વાળા કોઝવે પુલને સુરક્ષીત રીતે બનાવવાનું સુચન કર્યુ હતુ. ત્યારે ચીફ ઓફીસરે આ કોઝવેના કામનું આયોજન કર્યાનું જણાવ્યુ હતુ.હવે ચોમાસા બાદ અલગ અલગ વિકાસના કામો શરૂ કરવાનું પ્રમુખે જણાવ્યુ હતુ. પાલીકા પ્રમુખ દામીનીબેન ગોવાણીએ જણાવેલકે શહેરમાં આગામી સમયમાં કરોડો રૂપીયાના વિકાસમા કામો હાથ ધરાશે અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરી જાહેરમાં કચરો ફેંકતા અટકાવવાની પણ કામગીરી કરાશે.
