સુરેન્દ્રનગર : લીંબડી સબ જેલ પાસે રહેતા આબીદ નીઝામભાઈ પઠાણે વર્ષ 2018-19માં ટ્રક લીધી હતી. જેમાં ધંધાના કામ માટે લીંબડીના મોટાવાસમાં રહેતા જીતેન્દ્રભાઈ જીવણભાઈ વાઘેલા પાસેથી કટકે-કટકે 60 હજાર ઉછીના લીધા હતા. વર્ષ 2021માં આ રકમ જીતેન્દ્રભાઈએ પરત માંગી હતી. જે બાબતનું મનદુઃખ રાખી તા. 23-6-21ના રોજ રાત્રે વિજય ખાનજીભાઈ ચાવડા, વીકી રમેશભાઈ ચાવડા, ઉર્વીશ આબીદખાન પઠાણ, આબીદ નીઝામભાઈ પઠાણ અને ભરત ખાનજીભાઈ ચાવડાએ જીતેન્દ્રભાઈને જાતી અપમાનીત કરી માર માર્યો હતો. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદથી આરોપી આબીદ પઠાણ ફરાર હતો. ત્યારે રાજકોટ રેન્જની ટીમના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દીલીપસિંહ સીંધવ સહિતનાઓએ ફરાર આરોપી આબીદને લીંબડી હાઈવે પુલ નીચેથી પકડી લઈ લીંબડી પોલીસના હવાલે કર્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: