સુરેન્દ્રનગર : ગુજરાત રોડ સેફટી ઓથોરીટી, મોટર વાહન વિભાગ તથા જિલ્લા માર્ગ સલામતી સમીતી દ્વારા આવાસ ફાઈનાન્સીયર્સ લી., રાજસ્થાન રોડ સેફટી સોસાયટી, સ્ટીલબર્ડ અને સી.યુ.શાહ યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે આવાસ યુથ રોડ સેફટી શિક્ષણ અને જાગૃતતા અભિયાનનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા કલેકટર જી.એચ.સોલંકી, યુનિવર્સીટીના વાઈસ પ્રેસીડેન્ટ નીમીત શાહ, રાજસ્થાન ઉપપરીવહન કમીશ્નર ડો. વિરેન્દ્રસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધીક્ષક નીકુંજ પટેલ, આરટીઓ અધીકારી એમ.ડી.પાનસેરીયા, આવાસના એચ.આર.મેનેજર બ્રીજેશ જાની સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તકે 500 છાત્રોએ માર્ગ સુરક્ષા અગ્રદુત તરીકે તાલીમ મેળવી હતી. અને સુરક્ષીત માર્ગ સંસ્કૃતી વિકસાવવાના શપથ લીધા હતા. જયારે સ્ટીલબર્ડ કંપની દ્વારા 500 છાત્રોને વિનામૂલ્યે હેલ્મેટ, તાલીમ પ્રમાણપત્ર અને ડ્રાઈવીંગ ચાલીસાની માર્ગ સલામતી પોકેટ બુકનું વિતરણ કરાયુ હતુ. આ તકે કલેકટરે હેલ્મેટનું મહત્વ દર્શાવતા જણાવ્યુ કે, 30 વર્ષ અગાઉ દ્વીચક્રી વાહનમાં અકસ્માત સમયે તેઓએ હેલ્મેટ પહેર્યુ હોવાથી તેમનો જીવ બચ્યો હતો.
