સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઉદીશા પ્રકલ્પ દ્વારા મેગા પ્લેસમેન્ટ જોબનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાની 13 કોલેજોના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 596 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ તકે 15 જેટલી કંપનીઓએ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ લીધા હતા. જેમાં 95 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. આ તકે કોલેજના આચાર્ય ડો. અમીતકુમાર મીશ્રા, પાટડી કોલેજના આચાર્ય જયમલ રંગ્યા, પોલીટેકનીક કોલેજના આચાર્ય જી.કે.મકવાણા, ઉદીશાના કોર્ડીનેટર ડો. પરાસર વ્યાસ, ડી.એસ.પટેલ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










