સુરેન્દ્રનગરમાં રહેતા મુળ રાજસ્થાનના પરિવારની સગીર દિકરી કેટરીંગમાં કામે જતી હતી. ત્યારે તેની સાથે કામ કરતા મુળ એમપીનો યુવાન અને 3 સંતાનોનો પિતા સગીરાને ભગાડીને લઈ ગયો છે. આ અંગે સગીરાના પિતાએ એ ડીવીઝન પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરા અને મહિલાઓ સાથે અણબનાવના કેસો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાંથી સગીરાને ભગાડી જવાનો બનાવ બન્યો છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ મુળ રાજસ્થાનનો પરિવાર છેલ્લા 30 વર્ષથી સુરેન્દ્રનગરમાં રહે છે. પરીવારમાં 15 વર્ષ અને 1 માસની સગીર દિકરી છે. આ સગીર દિકરીનો પિતા કડીયાકામની મજુરી કરે છે. જયારે સગીરા પરીવારને મદદરૂપ થવા લગ્નની સીઝનમાં કેટરીંગના કામે જાય છે. સગીરા સાથે કેટરીંગના કામે મુળ એમપીનો આશરે 30 વર્ષીય યુવાન આવતો હતો. જે 3 સંતાનોનો પિતા છે. અને તેના પિતા ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં રહેતી ખેતમજુરી કરે છે. તા. 12 માર્ચના રોજ આ યુવક એમપીનો દિનેશ અભેસીંગ સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડીને લઈ ગયો છે. પરીવારજનોને જાણ થતા સગીરાની શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે સગીરાના પિતાએ દિનેશ અભેસીંગ સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા ચલાવી રહ્યા છે.










