વઢવાણના ધરમતળાવ પાસે રહેતા 2 પરિવારો વચ્ચે મહિલાના રીસામણે રહેવા બાબતે 2 પરિવારો ઝઘડયા હતા. જેમાં 3 મહીલાઓ સહિત 11 આરોપીઓ સામે મારામારીની સામ-સામે ફરિયાદ નોંધાઈ છે.
વઢવાણના ધરમતળાવ પાસે ભોગાવાના કાંઠે 60 વર્ષીય કનુભાઈ રતુભાઈ શંખેસરીયા રહે છે. તેમની બહેન મંજુબેન જશુભાઈ જાહકીયા છેલ્લા 7 વર્ષથી રીસામણ છે. ત્યારે કનુભાઈના પડોશી રાજુ મીઠાભાઈના દાદાના દિકરા સાથે મંજુબેનના લગ્ન થયા હોય આ બાબતે મનદુઃખ છે. તા.16ના રોજ બપોરના સમયે રાજુ મીઠાભાઈ, ગીતાબેન રાજુભાઈ, ચંદાબેન જગમાલભાઈ, સાગર મુનાભાઈ, જગમાલ મીઠાભાઈ, વિક્રમ રાજુભાઈએ ઝઘડો કરી ધારીયા અને લાકડી વડે કનુભાઈ અને તેમના બહેન મંજુબેન, કનુભાઈની દિકરીઓ સંગીતા, મનીશા, લલીતાને માર મારી ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે જગમાલભાઈ મીઠાભાઈ જાહકીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ સાંજનાસમયેતેઓમાળોદરોડ પર બાવળ કાપતા હતા ત્યારે રમેશ રતુભાઈ, જીવણ કનુભાઈ, અનીલ, કનુ રતુભાઈ અને મંજુબેને લાકડીઓ વડે માર માર્યો હતો. જયારે તેમના ઘરે જગમાલભાઈના પત્ની અને દિકરાને પણ માર માર્યો હતો. બનાવની 3 મહિલાઓ સહિત 11 આરોપીઓ સામે વઢવાણ પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ યુ.બી.ગોહીલ ચલાવી રહ્યા છે. મહિલા છેલ્લા 7 વર્ષથી રીસામણે જતી રહી છે. જો કે, આ વાતને લઈ બંને પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી અણબન ચાલી રહ્યો હતો.










