સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ વિસ્તારમાં આવેલ સારસ્વતનગરમાં રહેતા પરિવારની દિકરી તા. 2ના રોજ રાત્રે કયાંક ચાલી ગઈ હતી. જેમાં પરિવારજનોએ તા. 3ના રોજ બી ડીવીઝન પોલીસ મથકે ગુમ નોંધ કરાવી હતી. જેમાં મફતીયાપરામાં રહેતા એક યુવક સાથે તે ફોનમાં વાત કરતી હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે તા. 5ના રોજ બપોરે બન્નેની લાશ દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશનમાંથી મળી આવી છે.
આજના આધુનીક યુગમાં યુવાન હૈયાઓ ક્ષણીક આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. અને માતા-પિતા કે પરિવારનો વીચાર કર્યા વગર ન ભરવાનું પગલુ ભરી બેસે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસમાં પ્રેમી પંખીડાઓના સજોડે આપઘાતના 2 બનાવ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરની દુધરેજથી ધોળીધજા ડેમ તરફ જતી નર્મદા કેનાલના આવેલ પમ્પીંગ સ્ટેશન પાસે પાણીમાં ગુરૂવારે બપોરે 2 લાશ તરતી હોવાની માહીતી સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના ફાયર વિભાગને મળી હતી. આથી ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતની ટીમ દોડી ગઈ હતી. જેમાં સૌ પ્રથમ એક યુવતીની લાશ બહાર કઢાઈ હતી. જયારે યુવકની લાશ પાણીમાં ઉંડી ફસાઈ હોય બાદમાં બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના બીટ જમાદાર કાંતીભાઈ પરમાર, મુકેશભાઈ સહિતનાઓ દોડી ગયા હતા. અને બન્નેની લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલ લઈ જવાઈ હતી. જયારે મૃતકોની તપાસ કરાતા યુવતી વઢવાણના 80 ફુટ રોડ પર આવેલ સારસ્વતનગરમાં રહેતા પરિવારની 19 વર્ષીય દિકરી જયોતીબેન મનોજભાઈ ચૌહાણ હતી. તે તા. 2ના રોજ રાત્રે ઘરેથી પડોશીના ઘરે જવાનું કહીને નીકળી ગઈ હતી. લાંબો સમય સુધી જયોતીબેન ઘરે પરત ન આવતા પરિવારજનોએ પડોશમાં તપાસ કરતા જયોતી ત્યાં ગઈ જ ન હોવાનું સામે આવ્યુ હતુ. બાદમાં જયોતીએ પિતાને ફોન કરી પપ્પા હું જાઉ છુ, મારી ચિંતા કરતા નહી તેમ જણાવ્યુ હતુ. પરિવારજનોએ આ અંગે તા.3-2ના રોજ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ગુમ નોંધ પણ કરાવી હતી. જયોતીબેન અગાઉ બસ સ્ટેશન નજીક આવેલા સ્વામીનારાયણ મંદિર પાછળના મફતીયાપરામાં રહેતા સાહીલ અલ્લાઉદ્દીનભાઈ માણેક સાથે ફોનમાં વાત કરતી હોવાનું પરીવારજનોને ધ્યાને આવ્યુ હતુ. આથી પરિવારજનોએ સાહીલના ઘરે પણ તપાસ કરી હતી. પરંતુ તે ઘરે હાજર હતો નહી. ત્યારે તા. 5ના રોજ 21 વર્ષીય સાહીલ માણેક અને 19 વર્ષીય જયોતી ચૌહાણની લાશ કેનાલના પમ્પીંગ સ્ટેશનમાંથી મળી આવી છે. બનાવની જાણ થતા બન્નેના પરિવારજનો પણ હોસ્પીટલ દોડી ગયા હતા. આ અંગે વધુ કાર્યવાહી એ ડીવીઝન પોલીસે હાથ ધરી છે










