દસાડા પોલીસે શંખેશ્વરથી દસાડા તરફ વિદેશી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમી આધારે ગોપાલ હોટેલ પાસે વોચ રાખી હતી. જેમાં વાવ-થરાદ જિલ્લાનો શખ્સ દારૂની 215 બોટલ સાથે પકડાયો છે.


દસાડા પોલીસના વિજયસિંહ નકુમને શંખેશ્વરથી દસાડા તરફ વિદેશી દારૂ ભરેલ કાર આવનાર હોવાની બાતમી મળી હતી. આથી ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા સહિતની ટીમે દસાડા-શંખેશ્વર હાઈવે પર હોટલ ગોપાલ નજીક વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા ચાલક વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામનો કાંતી રૂપશીભાઈ નાઈ વિદેશી દારૂની નાની મોટી 215 બોટલો, મોબાઈલ અને કાર સહિત રૂપીયા 4,10,300ની મત્તા સાથે પકડાયો હતો. આ શખ્સ સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. જયારે પાણશીણા પોલીસના એન.જે.જોગરાણા સહિતનાઓને હાઈવે પર પેટ્રોલીંગ દરમીયાન રાજભવન હોટલ પાસે એક ટ્રક શંકાસ્પદ લાગી હતી. જેમાં તપાસ કરતા ટ્રકનો કલીનર રળોલનો 40 વર્ષીય અબ્બાસ ઉર્ફે રાણાબાપુ ઉમરભાઈ રાણપરીયા પીધેલી હાલતમાં જણાયો હતો. જયારે ડ્રાઈવર રળોલના 33 વર્ષીય સોહીલ ઉર્ફે કુકડો સુલેમાનભાઈ ટીંબલીયા પાસેથી વિદેશી દારૂની બોટલ કિંમત રૂપીયા 2900ની મળી આવી હતી. આથી બન્ને સામે પાણશીણા પોલીસ મથકે અલગ-અલગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: