ક્ષત્રીય કુળના ઝાલા વંશજોના આદ્યશકિત માં શકિતનું પાટડી તાલુકાના ધામામાં વિશાળ મંદીર આવેલુ છે. ધામાને શકિતધામ તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ચૈત્ર માસની વદ-13ના રોજ અહીં લોકમેળો ભરાય છે. ત્યારે બન્ને ગામોના શકિતધામે માતાના ચરણે શીશ ઝુકાવવા સમગ્ર રાજયમાંથી ઝાલા ક્ષત્રીયો ઉમટી પડે છે.


ઝાલાવાડમાં અગાઉ ક્ષત્રીય ઝાલા દરબારોનું રાજ હતુ. આથી જ આ પ્રદેશને ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે. તેમાં પણ ઝાલા કુળના વંશજોની આસ્થા સમાન માં શકિતનું ધામ એટલે ધામા ગામ પાટડી તાલુકાના છેવાડે આવેલુ ગામ છે. વર્ષો પહેલા માં શકિત ચૈત્ર માસની 13ના રોજ અંતરધ્યાન થયા હતા. ત્યારથી દર વર્ષે ધામામાં માતાજીની અંતરધ્યાન તીથી ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર રાજયના ઝાલા ક્ષત્રીયો માતાજીના દર્શન કરવા ધામા ઉમટી પડે છે. ચૈત્ર સુદ-13ના રોજ પ્રથમ આરતીને મુખ્ય આરતી પણ માનવામાં આવે છે. ત્યારે સોમવારે તેરસના રોજ આરતીમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉપસ્થીત રહ્યુ હતુ. માતાજીના દ્વારે ચાલતા આવવાની પણ પરંપરા છે. પોતે રાખેલી માનતા માતાજી પુર્ણ કરે પછી ચૈત્રની તેરસના દિવસે ભકતો તે માનતા પુરી કરે છે. જેમાં પગપાળા ચાલવા ઉપરાંત માતાજીનો ગરબો માથે લઈને આવવુ, આંખે પાટા બાંધીને આવવુ, અલગ-અલગ પ્રકારનું વજન ઉંચકીને માતાજીની ટેક પુરી કરવામાં આવે છે. ધામામાં સોમવારના રોજ માં શકિતના અંતરધ્યાન તીથીની ઉજવણી પ્રસંગે ભવ્ય લોકમેળો પણ યોજાય છે. જેમાં મહીલાઓ પરંપરાગત પોષાક પહેરીને તથા પુરૂષો માથે સાફા બાંધીને મેળાને મહાલે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: