સુરેન્દ્રનગરમાં રહેતા શખ્સે ઉછીના લીધેલ નાણાં પેટે આપેલ રૂ. 1 લાખનો ચેક રીટર્ન થયો હતો. આ અંગેનો ચીફ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની સજા ફટકારી છે. સુરેન્દ્રનગરના નીલમણી પાર્કમાં સંજયસિંહ મંગળસિંહ વાઘેલા રહે છે. શહેરની વેલનાથ સોસાયટીમાં રહેતા જયદીપ ભરતભાઈ સારોલા તેમના મિત્ર છે. વર્ષ 2022-2023માં જયદીપે કટકે-કટકે સંજયસિંહ પાસેથી રૂ. 1.25 લાખ લીધા હતા. અને જુન-2024 પહેલા તમામ રકમ પરત કરી દેવા વાયદો કર્યો હતો. જુલાઈ-2024માં સંજયસિંહે આ રકમ પરત માંગતા જયદીપ અવારનવાર વાયદાઓ કરતો હતો. જયારે તા. 10-11-24ના રોજ રૂ. 25 હજાર રોકડા અને તા. 14-11-24ના રોજનો 1 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક સંજયસિંહે બેંકમાં ભરતા અપુરતા ભંડોળને લીધે પરત ફર્યો હતો. આથી તા. 9-12-24ના રોજ સંજયસિંહ વકીલ આર.જે.પીત્રોડા મારફત સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા ફરિયાદીના વકીલની દલીલો, પુરાવાના આધારે ત્રીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એસ.એસ. પટેલે આરોપી જયદીપ સારોલાને 1 વર્ષની સજા ફટકારી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો