સુરેન્દ્રનગરના મીયાણાવાડમાં રહેતો યુવક તા. 18મીના રોજ રાત્રે ટાવર પાસે વીમલની પડીકી લેવા ગયો હતો. ત્યારે રસ્તો ક્રોસ કરતા સમયે તેને એક રિક્ષાએ ઠોકર મારતા તે પડી ગયો હતો. આ સમયે મોરબીના પુલ તરફથી આવતી બોલેરો પીકઅપ વાહન નીચે તે કચડાતા દવાખાને લઈ જવાયો હતો. જેમાં તા. 20મીના રોજ યુવાનનું મોત થયાની તા. 22મીના રોજ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


સુરેન્દ્રનગરના મીયાણાવાડમાં આવેલ પંડીતના ડેલામાં રહેતા 55 વર્ષીય યુનુસભાઈ અબ્દુલભાઈ ખોખર મજુરી કરે છે. તા.18-2ના રોજ રાત્રે 11-15 કલાકે તેમનો 28 વર્ષીય પુત્ર સોહીલ ટાવર પાસે આવેલ દુકાને વીમલની પડીકી લેવા ગયો હતો. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના ફાયર સ્ટેશન સામે પસાર થતી એક રિક્ષાએ તેને ટક્કર મારી હતી. આ સમયે જ મોરબીના પુલ પરથી પુરઝડપે આવતી બોલેરો કારે સોહીલને અડફેટે લઈ કચડયો હતો. જેમાં સોહીલને બ્રેઈન હેમરેજ, છાતી અને પીઠમાં ઈજા થતા સારવાર માટે પ્રથમ જોરાવરનગરની સવા હોસ્પીટલ અને ત્યાંથી સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયો હતો. જયાં સારવાર કારગત ન નીવડતા ગત તા. 20ના રોજ બપોરે સોહીલ ખોખરનું મોત થયુ હતુ. આ અંગે તા. 22મીના રોજ મૃતકના પિતા યુનુસભાઈએ રિક્ષા ચાલક અને કાર ચાલક સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ કે.બી.પરમાર ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: