સુરેન્દ્રનગરમાં ઇડીના દરોડા બાદ નાયબ મામલતદાર પાસે રોકડ અને પુરાવા મળ્યા બાદ તત્કાલિન જિલ્લા કલેકટર સહિત ચાર સામે એસીબીમાં પણ ફરિયાદ નોંધાઇ છે. જે મામલે એ.સી.બી.ના ઉંચ અધિકારી સુરેન્દ્રનગર પહોચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ મળેલ પુરાવા અગાઉના હોવાનું સામે આવતા પુર્વ કલેકટર સહિતના સ્ટાફ સુધી પણ રેલો પહોચે એવો મહેસુલી સ્ટાફમાં ગણગણાટ ચાલી રહયો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરમાં કલેકટર,નાયબ મામલતદાર સહિત ચાર જગ્યાએ ઇ.ડી.ની ટીમે દરોડા પાડી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ત્યાંથી રોકડ અને બિનખેતી કરનારાના દલાલો સહિતનું લીસ્ટ જપ્ત કરી એમને સાથે લઇ જઇ ઇ.ડી.એ ફરીયાદ દાખલ કરી હતી.બીજી તરફ એ.સી.બી.માં નાયબ મામલતદાર સહિત કલેકટર રાજેન્દ્ર પટેલ સામે પણ પોલીસ ફરીયાદ દાખલ કરાઇ હતી.ફરીયાદ નોંધાયા બાદ એ.સી.બી.ના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા પહેલી વખત સુરેન્દ્રનગર એ.સી.બી.કચેરીએ પહોચ્યા હતા.હેવ ઇ.ડી.બાદ એ.સી.બી.પણ એકસન મોડમાં દેખાઇ રહી છે.પરંતુ કલેકટર રાજેન્દ્ર પટેલના નામનો એ.સી.બી.ની ફરીયાદ શીવાય ઇ.ડી.એ દાખલ કરેલી કોઇ ફરીયાદમાં ઉલ્લેખ જ નહી હોવાનું નાયબ મામલતદારના એડવોકેટે નિવેદન આપ્યુ છે.એડવોકેટના આ નિવેદન બાદ પુર્વ અધિકારીઓની પણ ઉંઘ હરામ થઇ હોવાનું પણ જાણવા મળ્યુ છે.છેલ્લા બે વર્ષથી જિલ્લામાં અનેક સોલાર કંપનીઓ જમીનો લીધા બાદ બિનખેતી સહિતની મંજૂરી,સોલાર કંપનીઓએ બાજુની જમીન રસ્તાના દબાણ સહિતની અનેક વિવાદમાં સપડાઇ હતી અને રજૂઆતો પણ થઇ હતી.ત્યારે ઇ.ડી.એ ધરપકડ કરેલા નાયબ મામલતદાર પાસેથી રોકડ સાથે બિનખેતી કરનારા કે જમીનોના કામ કરનારા દલાલો મળતીયાના લીસ્ટના પુરાવા મળ્યા છે એ પુરાવા જુના હોવાનું જાણવા મળ્યુ છે.તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલને આવ્યા હજી 10 મહિના પણ નથી થયા ત્યારે આ જુના પુરાવાની તપાસ બાદ પુર્વ કલેકટરના સમયની કામગીરીના પુરાવા નીકળશે તો પુર્વ કલેકટર અને એમના સમયના અગાઉના સ્ટાફને પણ ઇ.ડી.કે એ.સી.બી.નું તેડુ મળી શકે એવો મહેસુલી સ્ટાફમાં ગણગણાટ ચાલી રહયો છે.આમ દિવસે દિવસે મામલો ગરમાતો જાય છે અને અનેક ફરતે ગાળીયો કસાવાના સંકેત પણ દેખાઇ રહયા છે.હવે નાયબ મામલતદારના રીમાન્ડ બાદ ઇ.ડી.અને એ.સી.બી કોની સામે કેવા પગલા લે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે. આ ઉપરાંત ઈડીની તપાસ અંતર્ગત રિમાન્ડ પર લેવાયેલા નાયબ મામલતદાર પાસે મસમોટી રોક્ડ રકમ તો ઠીક પણ એની સાથે મળેલા પુરાવામાં લિસ્ટના જે નામો છે. એની તપાસ બાદ રાજેન્દ્ર પટેલ પહેલાનાં પર્વ કલેકટર, મહેસુલી સ્ટાફ,અમુક વકીલો, જમીન દલાલોને પણ ઇ.ડી.ની પુછપરછ માટેનું તેડુ ગમે ત્યારે મળી શકે એવો માહોલ દેખાતા ખાયકીના ખેલમાં સામેલ લોકોની હાલમાં ઉંઘ હરામ થઇ ગઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: