ધ્રાંગધ્રાના રેલવે સ્ટેશન રોડ પર લાતીપ્લોટમાં રહેતા શામજીભાઈ લક્ષ્મણભાઈ પંચાસરા ગત તા. 4થીએ બપોરે એકટીવા લઈને સુરેન્દ્રનગર જતા હતા. ત્યારે રાજસીતાપુર ગામના વળાંક પાસે સામેથી આવતી કારના ચાલકે એકટીવાને અડફેટે લીધુ હતુ. જેમાં શામજીભાઈને ઈજાઓ થતા રાજ સીતાપુર સરકારી દવાખાને લઈ જવાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની મૃતકના પુત્ર કીશોરભાઈ પંચાસરાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એ.એ.મોરી ચલાવી રહ્યા છે. જયારે લીંબડીના મિલકવાટર્સમાં રહેતા 72 વર્ષીય વીરૂબેન જેઠાભાઈ દુલેરા તા. 4-12ના રોજ ચાલીને બજારમાં ફળ લેવા ગયા હતા. જેમાં જગદીશ શુકલના દવાખાના પાસે એક કાર ચાલકે પુરઝડપે ચલાવી તેમને અડફેટે લીધા હતા. જેમાં વીરૂબેનને ઈજા થતા લીંબડી હોસ્પીટલ પ્રાથમીક સારવાર માટે અને ત્યાંથી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.


https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: