સુરેન્દ્રનગરના દુધરેજમાં રહેતા સુરેશભાઈ જશાભાઈ પનારાને સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં સુરેશભાઈએ તેમની 2 દિકરીઓ, દિકરા અને અન્ય સાહેદોના મળી રૂપીયા 15 લાખ વાંકાનેરના મેહુલ પરીમલભાઈ શાહ અને પારૂલબેન પરમીલભાઈ શાહને આપ્યા હતા. આ બન્ને આરોપીઓએ નોકરીના ઓર્ડર નહી આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ગત ફેબ્રુઆરી માસમાં એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસનો આરોપી મેહુલ શાહ લાંબા સમયથી ફરાર હતો. ત્યારે ફરાર મેહુલ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ ગીતાંજલી હોટલમાં મેનેજર તરીકે કામ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પીઆઈ આર.એમ.સંગાડાના માર્ગદર્શનથી પીએસઆઈ આર.જી.ચુડાસમા, કુલદીપભાઈ સહિતની ટીમે રાજસ્થાનમાં દરોડો કરી આ કેસના ફરાર આરોપી મેહુલ શાહને ઝડપી લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો