દસાડા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની 15 વર્ષ અને 25 દિવસની સગીરાને ગામનો યુવાન વિજય પ્રતાપભાઈ ઠાકોર લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો. અને સગીરા સાથે કુકર્મ આચર્યુ હતુ. આ અંગે તા. 5-2-24ના રોજ બજાણા પોલીસ મથકે વિજય ઠાકોર અને મદદગારી કરનાર અન્ય ર આરોપીઓ સહિત કુલ 3 સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ તા. 6 જુનના રોજ ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વી.એચ.ભટ્ટની દલીલો, લેખીત અને મૌખીક પુરાવાને ધ્યાને લઈ જજ એમ.પી.ચૌધરીએ મુખ્ય આરોપી વિજય પ્રતાપભાઈ ઠાકોરને પોકસોની કલમ અંતર્ગત 20 વર્ષની સજા અને રૂપીયા 10 હજારનો દંડ ફટકારી ન્યાય કર્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: