ઈસ્કોન મંદિર, સુરેન્દ્રનગર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ-2026 અંતર્ગત સરદાર પટેલ વિદ્યાલય ખાતે કૃષ્ણ સંસ્કાર ચિત્ર મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ, વાલીઓ સહિત 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ધો. 3 થી પના છાત્રો માટે બાળ કૃષ્ણ રંગપુરણી, ધો. 6 થી 8ના છાત્રો માટે વાંસળી, મોરપીંછ, મટકી ચિત્ર રચના, ધો. 9થી 12ના છાત્રો માટે શ્રીકૃષ્ણ અને ગાયનું મુકતહસ્ત ચીત્ર, વાલીઓ અને ઓપન કેટેગરીમાં મુકત ચિત્રકામ અને 20થી 25 વર્ષની મહિલાઓ માટે મટકી સુશોભન સ્પર્ધા રખાઈ હતી. આ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ 3 ક્રમે આવનારને તા. 4ના રોજ યોજાનાર જન્માષ્ટમી મહોત્સવમાં વિશેષ ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કરાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સરદાર પટેલ સ્કુલના કે.એન.પટેલ સહિતનાઓએ સહયોગ આપ્યો હતો.
